Weight Loss tips: વજન ઘટાડવા કરો આ ૫ ઉપાય, ૧૦ દિવસમા દેખાશે રીઝલ્ટ

By | April 5, 2023

Weight Loss tips: બદલાતા સમયની સાથે અનિયમિત જીવનશૈલી અને દોડધામ વાળી દિનચર્યા ના કારણે લોકો વધતા વજનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વજન વધી જાય પછી લોકો વજન ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે.

Weight Loss tips માટે લોકો ડાયટ પ્લાન બનાવે છે, અને એક્સરસાઇઝ પણ કરે છે. પરંતુ ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે, આ બંને પ્રયોગ કરવાથી પણ ઝડપથી વજન ઘટતું નથી. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પ્રકારના ડાયટ પ્લાન બનાવ્યા વિના, અને એક્સરસાઇઝ કર્યા વિના પણ વજનને ઓછું કરી શકાય છે.

જો તમારે વજન ઓછું કરવું હોય તો તેના માટેના સરળ ઉપાય તમને જણાવીએ. આ ઉપાય અનુસરીને ફોલો કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકાય છે. અને થોડા જ દિવસમાં તમને તેની અસર પણ દેખાવા લાગશે.

Weight Loss tips

Weight Loss tips

Weight Loss tips વજન ઘટાડો ઉપાય

ખોરાકની બદલો આદત

વજન વધવા લાગે ત્યારે લોકો ડાયટ પ્લાન ફોલો કરવા લાગે છે અને કલાકો સુધી કસરત કરે છે. પરંતુ હકીકતમાં જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે પોતાના આહાર સંબંધિત કેટલીક આદતો સૌથી પહેલા બદલવી જોઈએ જેનાથી વજન ઝડપથી ઘટે છે.

લંચ અને ડિનર વચ્ચે કરો હળવો નાસ્તો

બપોરના ભોજન અને રાત્રિના ભોજન વચ્ચે કલાકોનું અંતર હોય છે તેથી આ સમયમાં હળવો નાસ્તો કરી લેવો જોઈએ. જેથી તમે રાત્રે ઓવરિટિંગ કરવાથી બચી જાઓ. જો તમે સાંજે નાસ્તો કરતા નથી તો રાત્રે વધારે જમો છો અને તેના કારણે ઝડપથી વજન વધે છે.

નાની પ્લેટમાં કરવું ભોજન

જો તમે વજન ઘટાડવાની ઈચ્છા રાખતા હોય તો સૌથી પહેલા તો નાની પ્લેટમાં જમવાનું શરૂ કરો. નાની પ્લેટમાં ઓછા પોર્શનમાં વસ્તુઓ લેવી અને પછી બીજી વખત ખાવાનું ટાળો. નાની પ્લેટમાં જમવાનું શરૂ કરશો એટલે ધીરે ધીરે વધારે ખાવાની આદત છૂટી જશે અને વજન પણ ઓછું થતું લાગશે.

રાત્રે સૂવાના બે કલાક પહેલા જમી લેવું

જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તો રાત્રે સૂવાના સમયથી બે કલાક પહેલા જમી લેવું જોઈએ. સાથે જે વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે જમ્યા પછી કોઈપણ વસ્તુ ખાવી નહીં. જો તમે રાત્રે 10 વાગ્યે સૂવો છો તો આઠ વાગ્યા પહેલા કોઈપણ સંજોગોમાં જમી લેવું જોઈએ અને ત્યાર પછી કંઈ પણ ન ખાવું.

જમતા પહેલા ગરમ પદાર્થ લેવો

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનુ માનવું છે કે જમતા પહેલા કોઈ ગરમ વસ્તુ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જમતા પહેલા તમે સુપ કે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી શકો છો.

બહારનુ ખાવાનુ ઓછુ કરો

વજન ઘટાડવા માટે સૌથી પહેલા બહારનું અને અનહેલ્ધી ખાવાનું બંધ કરવુ જોઇએ. સાથે જ દિવસ દરમિયાન ત્રણથી ચાર લીટર પાણી પીવાપીવુ જોઇએ. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગશે.

Weight Loss tips / વજન ઘટાડવા માટે જરૂરી ટિપ્સ

  • સવારે ઊઠીને નિયમિત ચાલવા જાઓ અને વ્યાયામ કરો.
  • સૂવાના 2 કલાક પહેલા ભોજન કરી લો.
  • રાતે સામાન્ય અને હળવો તથા ઝડપથી પચે તેવો ખોરાક લો,
  • સંતુલિત અને ઓછા વસાયુક્ત ભોજન લો.
  • વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વોને સામેલ કરો.

વજન ઘટાડવા માટે લોકો અનેક નુસખા અજમાવતા હોય છે. વજન ઘટાડવા માટે ખાસ તો ખોરાકમા ધ્યાન રાખવુ જોઇએ. ચરબી વધારે તેવા ખોરાક ન ખાવા જોઇએ. વજન ઘટાડવા માટે ખાસ તો નિયમિત કસરત કરવી જોઇએ.

અગત્યની લિંક ::

 GyanMahiti હોમપેજ પર જવા અહિં ક્લિક કરો
 અમારા WhatsApp Group માં જોડાવા માટે  અહિં ક્લિક કરો
 અમારા Telegram માં જોડાવા માટે અહિં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *