મોબાઇલ રીપેરીંગ કીટ સહાય: માનવ કલ્યાણ યોજના મા મળી રહી છે મોબાઇલ રીપેર કરવા free કિટ, જાણો અરજી કરવાની પ્રોસેસ

By | April 4, 2023

Mobile repairing kit help | મોબાઇલ રીપેરીંગ કીટ સહાય: માનવ કલ્યાણ યોજના 2023 : ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. આવી જ એક ઉપયોગી યોજના માનવ કલ્યાણ યોજનાના ફોર્મ હાલ ઓનલાઇન ભરવાના ચાલ છે. જેમા 27 જેટલા વ્યવસાય માટે સાધન ટુલ્સ કીટ સહાય રૂપે આપવામા આવે છે. જેમા મોબાઇલ રીપેરીંગ નો વ્યવસાય કરતા વ્યવસાયકારોને મોબાઇલ રીપેરીંગ કીટ સહાય આપવામા આવે છે.

મોબાઇલ રીપેરીંગ કીટ સહાય

સહાય નુ નામ મોબાઇલ રીપેરીંગ કીટ સહાય
યોજના માનવ કલ્યાણ યોજના 2023
સહાય મોબાઇલ રીપેરીંગ માટે ટુલ્સ કીટ
અરજી મોડ ઓનલાઇન
ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
વિભાગનું નામ કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
ઓફીસીયલ વેબસાઈટ e-kutir.gujarat.gov.in

મોબાઇલ રીપેરીંગ સહાય 2023

ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ નિ:શુલ્ક મોબાઇલ રીપેરીંગ કીટ સહાય 2023 હેઠળ મોબાઇલ રીપેરીંગ નો વ્યવસાય કરતા વ્યવસાયકારો માટે મોબાઇલ રીપેરીંગ માટે કીટ આપવામા આવે છે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય નાના ધંધાર્થીઓને સ્વરોજગારી આપવાનો છે. માનવ કલ્યાણ યોજના આ યોજના હેઠળ લોકો પોતાનો મોબાઇલ રીપેરીંગ ના વ્યવસાય માટે કીટ મેળવીને પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે છે, નાના ધંધાર્થીઓ આર્થીક રીતે પગભર બની શકે તે માટે આ યોજના અંતર્ગત સહાય આપવામા આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના અલોકો લઇ શકે છે.

મોબાઇલ રીપેરીંગ કીટ સહાય યોજના પાત્રતા (Mobile Repairing Kit Help)

માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ મોબાઇલ રીપેરીંગ કીટ સહાય 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય દ્વારા લાભ લેવા માટેની નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી અરજદારની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ. આવક અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના સતાવાર અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો હોય છે.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાના લીસ્ટમા સમાવેશ થયેલ હોવો જોઇએ. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવા ની જરૂરીયાત રહેતી નથી.
  • મોબાઇલ રીપેરીંગ કીટ માટે રૂ. 8600 ની કિમતની મર્યાદામા ટુલ્સ કીટ આપવામા આવે છે.

ડોકયુમેન્ટ લીસ્ટ

માનવ કલ્યાણ યોજનામા ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.

  • આધાર કાર્ડ ની નકલ
  • જન્મ પ્રમાણપત્ર ની નકલ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો મથી કોઈપણ એક)
  • મોબાઇલ નંબર
  • વાર્ષિક આવકનું સતાવાર અધિકારીનુ પ્રમાણપત્ર
  • અભ્યાસના પુરાવા
  • વ્યવસાયલક્ષી તાલીમ બાબતનો પુરાવો
  • જો દિવ્યાંગ હોય તો તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

મોબાઇલ કીટ સહાય 2023 ઓનલાઇન અરજી

આ યોજના નો લાભ લેવા માટે માનવ કલ્યાણ યોજનાનુ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહે છે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ તમારે આ માટે ઓફીસીયલ વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in પર જવાનુ રહેશે.
  • ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ પસંદ કરવાની રહેશે.
  • તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તમારી જરૂરી ડીટેઇલ નાખી રજીસ્ટ્રેશન કરી આઇ.ડી. જનરેટ કરો.
  • ત્યાર બાદ તમારા આઇ.ડી. પાસવર્ડથી લોગીન કરો.
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે આ પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
  • ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મોબાઇલ રીપેરીંગ કીટ સહાય ઓપ્શન સીલેકટ કરો.

માનવ કલ્યાણ યોજના વ્યવસાય લીસ્ટ

માનવ ક્લ્યાણ યોજના 2023 મા નીચે મુજબના વ્યવસાય માટે ટુલ્સ કીટ સાધન સહાય રૂપે આપવામા આવે છે.

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ
  • દુધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણાં બનાવટ
  • ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • ફલોરમીલ
  • મસાલા મીલ
  • મોચી કામ
  • ભરત કામ
  • દરજી કામ
  • કુંભારી કામ
  • રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)

મોબાઇલ રીપેરીંગ કીટ સહાય લીંક

માનવ કલ્યાણ યોજના જાહેરાત 2023 અહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી ફોર્મ અહિં ક્લીક કરો

મોબાઇલ રીપેરીંગ કીટ સહાય કઇ યોજના અંતર્ગત મળે છે ?

માનવ કલ્યાણ યોજના 2023

માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઇન અરજી કરવા કઇ વેબસાઇટ છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *