Monsoon Picnic Point||ગુજરાતના ચોમાસામાં ફરવાલાયક ધોધ

By | August 26, 2023

ગુજરાતના ચોમાસામાં ફરવાલાયક ધોધ

20230826 113319 1

:મિત્રો ચોમાસુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે હમણાં બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની મજા આવતી હશે અને બધાને શનિ રવિની રજામાં બહાર જવાનું મન પણ થતું હશે , તો આજે અમે તમને ગુજરાતમાં ચોમાસામાં ફરવાલાયક ધોધ વિશેની માહિતી આપવા જઈ રહિયા છે

ગીરાધોધ ( ડાંગ જિલ્લો )

ગીરાધોધ ગુજરાતમાં આવેલા ડાંગ જિલ્લાના વઘઇ થી પાંચ કિલોમીટર ના અંતરે ગીરાધોધ આવેલો છે. અને સાપુતારા થી 50 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે સાપુતારા જતા હોવ તો આ ગીરાધોધ વચ્ચે રસ્તામા આવે છે, ગીરાધોધ એ અંબિકા નદી કિનારે આવેલો છે. તેની લગભગ 75 ફૂટની ઊંચાઈએથી નદીમાં પડે છે. ગીરા ધોધ એ કુદરતી સૌંદર્ય અને લીલાછમ ઝાડ ની વચ્ચે જોવા મળે છે. ગીરા ધોધ એ ગુજરાતનો ખૂબ જ જાણીતો ધોધ છે. ચોમાસામાં અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધતો હોય છે માટે અહીંયા ખૂબ જ મજા આવે છે.

ગીરા નદીના નામ પરથી જ આ ધોધને ગીરાધોધ ના નામે ઓળખવામાં આવે છે ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા માટે ચેકડેમ પણ ત્યાં બનાવવામાં આવ્યો છે. ૩૦ મીટરની ઊંચાઈએથી પડતા આ ધોધની ગર્જના દૂર દૂર સુધી સંભળાય છે. તમે જોવા જાવ તો નાહવા પડવું નહિ, ઉંડાઇ વધુ હોવાથી ડૂબી જવાની શક્યતાઓ રહેલી છે,

ઝરવાણી ધોધ ( નર્મદા જિલ્લો )

ઝરવાણી ધોધ એ નર્મદા જીલ્લામાં આવેલો છે. ઝરવાણી ધોધ જોવા માટે રાજપીપળાથી કેવડિયા કોલોનીની બાજુમાં 28 કિલોમીટરના અંતરે જવું પડે છે . થાવડાયા ચેકપોસ્ટ સાત કિલોમીટર દૂર આવેલો છે. અને વડોદરા શહેર થી 90 કિલોમીટર ના અંતરે આવેલો છે.

ઝરવાણી ધોધ જોવા માટે યુવાનો અને યુવતીઓ સૌથી વધારે આવે છે ત્યાં ફોટા અને સેલ્ફી પાડવા ની ખૂબ જ મજા આવશે આ એક ખુબ જ સુંદર જગ્યા છે અને કુદરતી વાતાવરણમાં બેસીને જમવાનો આનંદ એક અનેરો અનુભવ છે .ઘણા લોકો ઘરેથી જમવાનું બનાવીને લાવે છે. દૂર-દૂરથી ઘણા પ્રવાસીઓ અહીંયા ચોમાસામાં આવે છે. જો તમે ઝરવાણી ધોધ ના ગયા હોય તો એકવાર આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો. તમને ખૂબ જ મજા આવશે.

 

નિનાઈ ધોધ (નર્મદા જિલ્લો )

નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિનાઈ ધોધ આવેલો છે. ડેડીયાપાડા થી આશરે35 કિલોમીટર અને સુરતથી143 કિલોમીટર દૂર છે. તેની ઊંચાઈ 20 ફૂટથી વધુ છે. રમણિય જંગલોની વચ્ચેથી આ નિનાઈ ધોધ વહે છે. ચોમાસામાં આ ધોધનો નજારો અવિસ્મરણીય છે. નીચાણવાળા ચેહરા પર લોકો નાહવાની મજા અહીં માણે છે હજારો લોકો માટેનું આ ફરવાનું સુંદર સ્થળ છે.

ઝાંઝરી ધોધ (દહેગામ – ગાંધીનગર જિલ્લો )

ઝાંઝરી ધોધ અમદાવાદથી 74 કિલોમીટરના અંતરે દહેગામ પાસે આવેલો છે અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ ની બાજુમાં વાત્રક નદીના કિનારે આવેલો છે. બાયડ થી આશરે 12 કિલોમીટર દૂર છે. ઝાંઝરી ધોધ બારે માસ માટે નથી હોતો પરંતુ ચોમાસામાં તે નો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. વરસાદના સમયે પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે તેથી ત્યાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પરિવાર અને મિત્રોની સાથે આ જવા જેવી જગ્યા છે ફોટોગ્રાફી માટે પણ આ સુંદર સ્થળ છે.

ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસીઓ વીકેન્ડમાં અહીં ફરવા માટે આવે છે

હાથણી માતા ધોધ (પંચમહાલ જિલ્લો )

ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ની બાજુમાં હાથણી માતાનો ધોધ આવેલો છે. જાંબુઘોડા થી 16 કિલોમીટર અને ધોધંબા થી 18 કિલોમીટર દૂર સરસવા ગામ પાસે હાથણી માતાનો ધોધ આવેલો છે.આ સિવાય આ સ્થળે જવા માટે હાલોલ થી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ જવાય છે. ગોધરાથી આ ધોધનું અંતર 56 કિલોમીટર જેટલું છે અને વડોદરાથી 80 કિલોમીટર જેટલું દૂર છે.

ચોમાસામાં ભક્તો શિવના દર્શન કરવા અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ ધોધની મુલાકાત લે છે. આ ધોધ આગળ ખૂબ ઊંચી ટેકરીઓ આવેલી છે એમાંથી એક ટેકરી પરથી આવતું પાણી ટેકરી ની ઉભી કરાર પર થઈને ધોધરૂપે નીચે પડે છે. સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો અને નીચે પડતો આ ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે. તેની આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડીઓ છે. જ્યાં ધોધ પડે છે ક્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી ના આકાર નો મોટો પથ્થર છે એટલે આ ધોધને હાથણી માતાનો ધોધ કહેવામાં આવે છે.ઘણા લોકો આ ગુફામાં હાથણી માતા ની પૂજા કરે છે અને આ જ મંદિરમાં શિવજીનું શિવલિંગ પણ છે.શનિ-રવિ હાથણી માતાના ધોધ પર ખૂબ જ પબ્લિક હોય છે. અહીંયા નું દ્રશ્ય જોઈને તમને તો વિશ્વાસ થશેજ નહીં કે આ કોઈ ગુજરાતનું હિલ સ્ટેશન છે અહીંયા પહેલો વરસાદ પડતાં જ આ વહેણ ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *