LPG ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ છે ચેક કરવાની સાચી રીત
લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ હાલના શહેરમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ થઈ રહ્યો છે. એક તબક્કામાં, સ્ત્રીઓ લાકડા અને છાણના બળતણથી ચૂલા પર ભોજન રાંધતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે, તેથી મોટાભાગના ઘરોમાં ગેસ પર રાંધવામાં આવે છે. એલપીજી જેટલું ફાયદાકારક છે એટલું જ તે જોખમી છે. ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે, જો તેના ઉપયોગ દરમિયાન કોઈ થોડી બેદરકારી દાખવે , તો તમે અકસ્માતનો ભોગ બની શકો છો. તમે ગેસ સિલિન્ડરથી જ થતી ઘટનાઓ વિશે અવારનવાર વાંચતા જ હશો. તેથી, તમારે તેનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી પણ રાખવી જોઈએ. અહીં અમે તમને તેના યોગ્ય ઉપયોગ વિશે ટીપ્સ આપી રહ્યા છીએ.
હંમેશા સિલિન્ડરની એક્સપાયરી ડેટ તપાસો
આ રીતે તપાસો સિલિન્ડરની એક્સપાયરી ડેટ
રસોડામાં કામ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન
- ગેસ પર કામ કરતી વખતે રસોડામાં સિંથેટિકના બદલે સૂતરાઉ એપ્રન પહેરો. કારણ કે સિંથેટિક થોડી પણ બેદરકારીથી જલ્દી આગ પકડી લે છે.
- ચાલુ ગેસ પર કંઇક મુકીને ભૂલી ન જાઓ. તેના પર પૂરુ ધ્યાન આપો. સાથે જ હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખોલી દો.
- રસોડામાં કામ કરતી વખતે અગરબત્તી, મીણબત્તી અથવા લેંપનો પ્રયોગ ભૂલથી પણ ન કરો.
- જ્યાં ગેસ મુક્યો છે તેની આસપાસ કેરોસીન અથવા અન્ય સ્ટવ ના મુકો.
- ગેસ લીક થવા પર રેગ્યુલેટરને હટાવી સેફ્ટી કેપ લગાવી દો અને તે સિલિન્ડર ખુલ્લામાં મુકી વિતરકને જાણ કરો.
- ગેસનુ રેગ્યુલેટર બંધ કરી દો અને તમામ ગેસ સ્ટવ પણ બંધ જ રાખો.
- સેફ્ટી કેપને સિલિન્ડર ઉપર ફરીથી લગાવી દો.