Gujarat Government WhatsApp Helpline : ગુજરાત સરકારી કામકાજ માટે વોટસઅપ હેલપલાઇન 

By | September 20, 2023
Gujarat Government WhatsApp Helpline : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાત સરકાર દ્વારા આ એક વિશેષ નવી જ પહેલ કરવામા આવી છે. લોકોના કામનો વહેલો અને તાત્કાલિક નીકાલ થાય તેમના અટકેલા કામોની કમ્પ્લેઇન અને તેના તુરંત નીકાલ માટે Gujarat Government WhatsApp Helpline શરૂ કરવામા આવી છે. જેમા વોટસઅપ હેલ્પલાઇન પર કમ્પ્લેઇન રજીસ્ટર કરતા જે તે લગત વિભાગ દ્વારા તરત તેનો નીકાલ કરવામા આવશે. વોટસઅપ હેલ્પલાઇન પર કઇ રીતે કમ્પલેઇન કરી શકાય તેની સ્ટેપવાઇઝ માહિતી મેળવીએ.
IMG 20230918 WA0001

Gujarat Govt Whatsapp helpline

ગુજરાત સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને લોકોને સરકારી કામો મા અગવડતા ન પડે તે માટે અનેક પ્રયાસો કરવામા આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા લોકોના અટકેલા કામોનો નીકાલ આવે તે માટે વોટસઅપ હેલપલાઇન શરૂ કરવામા આવી છે. જેમા નીચેના વિભાગોને લગતી ફરીયાદ કરી શકાય છે.

નવી અરજી કરવા માટે ના વિભાગો.

( 1 ) આદિજાતિ વિકાસ વિભાગ
( 2 ) વન અને પર્યાવરણ વિભાગ
( 3 ) ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ
( 4 ) ખેતી વિભાગ
( 5 ) સિંચાઇ વિભાગ
( 6 ) શ્રમ અને રોજગાર વિભાગ
( 7 ) શિક્ષણ વિભાગ
( 8 ) મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ
( 9 ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
( 10 ) મકાન અને માર્ગ વિભાગ
( 11 ) એસ.ટી. વિભાગ
( 12 ) અન્ય વિભાગની ફરિયાદ
ઉપર મુજબના 12 વિભાગો ને લગતા કામ માટે ઓનલાઇન વોટસઅપ હેલ્પલાઇન પર અરજી કરી શકાય છે.

💥  ગુજરાત સરકારની નવી પહેલ

🪀 તમારા અટકેલા સરકારી કામોની whatsapp પર કરી શકાસે કમ્પલેઈન

📌સરકાર દ્વારા શરુ કરાઈ Whatsapp હેલ્પલાઈન
✔️તુરંત આવશે નીકાલ

ઓનલાઈન વોટસઅપ પર કઇ રીતે કમ્પલેઈન કરવી તેની સ્ટેપવાઈઝ માહિતી

Share To All of Your Friends

Whatsapp helpline Number Gujarat

વોટસઅપ પર કોઇ પણ અટકેલા સરકારી કામની કમ્પલેઇન રજીસ્ટર કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
  • સૌ પ્રથમ Whatsapp helpline Number Gujarat 8171837183 તમારા ફોનમા સેવ કરો.
  • ત્યારબાદ તમારા ફોનમા વોટસઅપ એપ. ઓપન કરો.
  • ત્યારબાદ આ સેવ કરેલા નંબર પર Hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ ચેટબોટ દ્વારા તમને એક મેસેજ મળશે જેમા વિવિધ પ્રકારના 12 જેટલા વિભાગોના નામ લખેલા હશે.
  • તમે જે વિભાગ માટે કમ્પલેઇન રજીસ્ટર કરવા માંગતા હોય તે વિભાગનો ક્રમ રીપ્લાય આપો.
  • આગળ તમને તમારુ નામ જણાવવા માટે કહેવામા આવશે.
  • ત્યારબાદ તમારો જિલ્લો અને અન્ય વિગતો પૂછવામા આવશે
  • આ બધી વિગતો રીપ્લાય આપતા તમારી કમ્પલેઇન રજીસ્ટર થઇ જશે.
  • તમારી કમ્પલેઇન નો નંબર પણ ફાળવવામા આવશે. જેના દ્વારા તમે રજીસ્ટર કરેલી કમ્પલેઇન નુ સ્ટેટસ પણ જાણી શકસો.
ઉપર જણાવેલ સ્ટેપ્સ અનુસરો અને આ રીતે તમારા અટકેલા સરકારી કામ માટે ઓનલાઇન કમ્પલેઇન વોટસાપ પર રજીસ્ટર કરી તેનો તુરંત નીકાલ લાવી શકાય છે.

Gujarat Governmet નો Whatsapp helpline Number શું છે ?

Gujarat Govt Whatsapp helpline 8171837183 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *