વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા  માટે અહીં કરો. જોઈન થાઓ

કોવિડના નવા વેરિએન્ટ JN.1 લક્ષણો, JN.1 કેટલો ખતરનાક, જાણો તમામ માહિતી

કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત ભારતના 21 લોકોમાં શું લક્ષણો, JN.1 કેટલો ખતરનાક, જાણો તમામ માહિતી Covid-19-Variant-jn-1

કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1 થી ફરી એક વાર લોકોને ડરાવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં 350 થી વધારે સામે કેસ આવ્યા છે. કેરળમાં જેએન.1 સૌથી વધારે લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. સરકારે ફરી એક વાર નવા વેરિએન્ટ જેએન.1 થી લઇને લોકોએ એલર્ટ રહીને નિર્દેશ આપ્યા છે. નવા વેરિએન્ટ જેએન.1 ના સૌથી વઘારે કેસ કેરળ, ગોવા અને મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. સરકાર તરફથી લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે હવે તમારે ગભરાવવાની જરૂર નથી. તેમ છતા તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જાણી લો કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના લક્ષણો અને આનાથી બચવા માટે શું સાવધાની રાખવી જોઇએ.

કોવિડ વેરિએન્ટ JN.1 ના લક્ષણો

  • તાવ આવવો
  • થાક લાગવો
  • નાકમાંથી પાણી આવવુ
  • ગળામાં ખારાશ થવી
  • માથુ દુખવુ
  • ખાંસી આવવી
  • કેટલાક લોકોને સ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા થઇ રહી છે.

દેશમાં ફરી એક વાર કોરોનાનો નવો વેરિયન્ટ ઊભરાયો છે. હાલમાં સમગ્ર દેશમાં નવા વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે અને વધી રહ્યાં છે. કેસ વધતા સંબંધિત સરકારો પણ એક્શનમાં આવી ગઈ છે અને જરુર પ્રમાણેના ઉપાયો કરી રહી છે.  નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પોલે બુધવારે આ માહિતી આપી હતી. ચિંતાની વાત એ છે કે નવા વેરિઅન્ટની ઝડપ વધવાની સાથે જ કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ભારતમાં 21 મે પછી કોરોના વાયરસના ચેપના સૌથી વધુ 614 કેસ નોંધાયા છે.

જેએન.1 વેરિએન્ટથી બચવા શું સાવધાની રાખકેવી રીતે બચશો

કોરોના વાયરસથી બચવા માટે ડોક્ટર્સ ખાસ કરીને માસ્ક,

ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવુ,

હેલ્ધી ડાયટ લેવાની સલાહ આપે છે. જેએન.1 વેરિએન્ટને લઇને તમે આ વાતોનું ધ્યાન રાખો છો તો હેલ્થ માટે બેસ્ટ છે.

આ જરૂરી વાતોનું તમે પાલન કરો છો તો અનેક ખતરાથી બચી જાવો છો.

કોરોનાથી બચવુ છે તો હાથ સમયે ધોવાની આદત પાડો. આમ કરવાથી ઇન્ફેક્શનના જોખમને તમે અનેક હદ સુધી ઘટાડી શકો છો. તમારે ઓછામાં ઓછા 20 સેકેન્ડ સુધી હાથ સાબુથી અને પાણીથી ધોવા જોઇએ.

કોરોનાથી બચવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો. આ માટે તમે સમય-સમય પર સેનેટાઈઝરનો ઉપયોગ કરો. ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ વાળા હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો. હાથને નાક અને મોંના કોન્ટેક્ટમાં આવવાથી બચો.

કોરોનાની અસર ઓછી કરવા માટે માસ્ક પહેરવા ખૂબ જરૂરી છે. સંક્રમિત વ્યક્તિ અને બીજા સંક્રમણથી બચવા માટે ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળો. લોકોથી દૂર રહો. આ વાતોનું ધ્યાન રાખશો તો કોરોનાના નવા વેરિએન્ટ JN.1 ના ખતરાથી બચી શકો છો.

Updated: December 22, 2023 — 4:02 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *