રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો, જેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એમાં દેખાઈ રહ્યું છે કે પંતની કાર પૂરઝડપે આવી રહી હતી અને બેકાબૂ થઈ રેલિંગને અથડાઈ હતી. કાર રેલિંગ સાથે અથડાતાંની સાથે જ થોડીવારમા એમાં આગ લાગી ગઈ હતી. આ દરમિયાન રિષભ કારની બારી તોડી કારની બહાર નીકળ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, રિષભની હાલત સ્થિર છે. અકસ્માતમાં રિષભને ગંભીર ઈજા થઈ છે. તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. રિષભ પંત કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રુરકીની નરસાન બોર્ડર પર તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી. ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંતને ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકુ આવીગયુ હતુ, જેને કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો.
જો પંત કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત અને થોડુ મોડુ થયુ હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી, કારણ કે અકસ્માતની ઘટના બાદ કારમાં જોરદાર આગ લાગી હતી

- ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની કારનો અકસ્માત
- ઘટના બાદ મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી
- ડ્રાઇવિંગ કરતી વખતે તેને ઝોકુ આવી જતાં સર્જાયો અકસ્માત
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બાદ તેની મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતની ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હવે રિષભ પંતને અહીંથી દેહરાદૂન મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, રિષભ પંત વહેલી સવારે દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા. આ અકસ્માત બાદ રિષભ પંતનું મોટું નિવેદન આવ્યું છે. તેણે જણાવ્યું કે, આ અકસ્માત કેવી રીતે થયો અને તે કેવી રીતે બચી ગયો. જો પંત કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત અને થોડુ મોડુ થયુ હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. કારણ કે ઘટના બાદ કારમાં જોરદાર આગ લાગી હતી.
કારની બારી તોડી પંત બહાર નિકળ્યા
રિષભ પંતે જણાવ્યું કે તે પોતે કાર ચલાવી રહ્યા હતા. ડ્રાઇવિંગ કરતી વખતે તેને ઝોકુ આવી ગયુ હતુ. આ જ કારણ હતું કે, કાર ઝડપથી ડિવાઈડર સાથે અથડાઈ અને મોટો અકસ્માત થયો. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર નીકળી ગયા હતા.
રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ
કાર એક્સિડેન્ટના CCTV ફૂટેજ વિડીયો | અહિં ક્લીક કરો |
રીષભ પંત અકસ્માત અંગે ન્યુઝ રીપોર્ટ | અહિં ક્લીક કરો |