લેપટોપ સહાય યોજના 2022 : લેપટોપ સહાય યોજના દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 80% સહાય આપવામાં આવે છે. લેપટોપ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે ?, કેટલી સહાય મળશે ?, ફોર્મ કઈ રીતે ભરવું ?, શું ડોક્યુમેન્ટ જોઈશે ? તથા અન્ય સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં આપેલ છે.
આ લેપટોપ સહાય યોજના શું છે? તેના વિશે માહિતી મેળવી લઈએ.
લેપટોપ સહાય યોજના – Laptop Sahay Yojana
આ એક આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ યોજના છે. લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિના વિદ્યાર્થીઓને નવા લેપટોપ ખરીદી કરવા માટે છે. આ યોજના થકી ગુજરાત સરકાર (S.T) આદિજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સહાય પૂરી પાડે છે.

લેપટોપ સહાય યોજના ના લાભ – Laptop Sahay Yojana Benefits
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા (S.T) આદિજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજનનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.
જેમ કે;
જો લાભાર્થી 50,000/- નું લેપટોપ ખરીદે છે તો લાભાર્થીને ગુજરાત સરકાર 80% એટલે કે 40,000/- રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 10,000/- રૂપિયા લાભાર્થી ને ચૂકવવાના રહેશે
કોને મળશે લાભ ?
લેપટોપ સહાય યોજના નો લાભ (S.T) આદિજાતિ ના વ્યક્તિઓને મળશે.
લેપટોપ સહાય યોજના માટે પાત્રતા – Laptop Sahay Scheme Eligibility Criteria
જો તમે લેપટોપ સહાય યોજના નો લાભ લેવા માંગતા હોવ તો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.
- અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
- અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિની આવક મર્યાદા નીચે મુજબની હોવી જોઈએ.
શહેરી વિસ્તાર માટે: | ₹1,50,000 |
ગ્રામ્ય વિસ્તાર માટે: | ₹1,20,000 |
- લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
- કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.
લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Laptop Sahay Scheme Document
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- આધાર કાર્ડની નકલ
- અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત) *
- અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો) *
- જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
- જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- જામીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદાર-૨ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
- જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામુ
- રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
લેપટોપ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?
Laptop Sahay Scheme Online Form Process નીચે મુજબની છે :
- સૌ પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.
- ત્યારબાદ, તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
- જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
- તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login Here” માં પોતાના Login ID અને Password નાખી Login કરવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
- બસ ! તમારું લેપટોપ સહાય યોજના નું ફોર્મ ભરાઈ ગયું છે.
Laptop Sahay Yojana Helpline Number
આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન નંબર: (079)23257552
Laptop Sahay Scheme Important Links
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો